Posts

ડાંગ (સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો

Image
  ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂ...

બીલીમોરાની સોમનાથ શાળામા બાળ સંસદ કાર્યક્રમ બાળવિદ્યાર્થીઓએચૂંટણી પ્રક્રિયા સમજી મતદાન કર્યું

Image
 બીલીમોરાની સોમનાથ શાળામા બાળ સંસદ કાર્યક્રમ બાળવિદ્યાર્થીઓએચૂંટણી પ્રક્રિયા સમજી મતદાન કર્યું ગુજરાત ગાર્ડિયન ન્યૂઝ

Dharampur: ધરમપુર તાલુકાની દોની ફળિયા પ્રાથમિક શાળાનો 53મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
Dharampur: ધરમપુર તાલુકાની દોની ફળિયા પ્રાથમિક શાળાનો 53મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ ૧૩-૦૭-૨૦૨૪ નાં દિને ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ગ્રામજનો, વાલીઓ, નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩ માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી, જેમાં નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા... Posted by  Mla Arvind Patel  on  Saturday, July 13, 2024

છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી

Image
 છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે. વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી --- પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં... Posted by  Info Chhotaudepur GoG  on  Friday, July 12, 2024

બુહારી :કલમકુઈ ગ્રામભારતી આશ્રમશાળા શાળાનાં બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

Image
 બુહારી :કલમકુઈ ગ્રામભારતી આશ્રમશાળા શાળાનાં બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

ઉમરપાડા તાલુકાના ખોડા આંબા પ્રાથમિક શાળામાં સ્કૂલ કિટ બાળકોને ભેટ

Image
 ઉમરપાડા તાલુકાના ખોડા આંબા પ્રાથમિક શાળામાં સ્કૂલ કિટ બાળકોને ભેટ  ઉમરપાડા તાલુકાની ખોડાઆંબા પ્રાથમિક શાળામાં દાતા કેવીનસન કુંવરજીભાઈ વસાવા તથા તેમના પરિવાર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. નોટબુક, ચિત્રપોથી, કંપાસબોક્ષ વગેરે વસ્તુઓનું વિતરણ કરાયું. આ સમયે ચોખવાડા કેન્દ્ર ના સી.આર.સી કો.ઓ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઈ વસાવા હાજર રહ્યા હતાં. બાળકોને વરસાદથી બચવા માટે દાતા દ્વારા છત્રી આપવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક નવિનભાઈ ચૌધરી તથા દર્શનાબેને દાતા તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

Image
  ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ  ઓલપાડ તાલુકાનાં પારડીઝાંખરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા ધર્મિષ્ઠા પટેલ દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ મતદાનમાંથી સૌથી વધુ મત ધોરણ 8માં અભ્યાસ કરતાં શ્લોક એચ. રાઠોડને મળતાં તેને શાળાનાં મહામંત્રી જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા શિક્ષિકા નીતા પટેલ, ભક્તિ પટેલ, જશુ પટેલ તથા અનામિકા પટેલે જહેમત ઉઠાવી હતી. આચાર્ય રમેશ પટેલે ચૂંટણી સ્ટાફ તથા મતદારોનો આભાર વ્યક્ત કરી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં.