ઉમરપાડા તાલુકાના ખોડા આંબા પ્રાથમિક શાળામાં સ્કૂલ કિટ બાળકોને ભેટ
ઉમરપાડા તાલુકાના ખોડા આંબા પ્રાથમિક શાળામાં સ્કૂલ કિટ બાળકોને ભેટ
ઉમરપાડા તાલુકાની ખોડાઆંબા પ્રાથમિક શાળામાં દાતા કેવીનસન કુંવરજીભાઈ વસાવા તથા તેમના પરિવાર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. નોટબુક, ચિત્રપોથી, કંપાસબોક્ષ વગેરે વસ્તુઓનું વિતરણ કરાયું. આ સમયે ચોખવાડા કેન્દ્ર ના સી.આર.સી કો.ઓ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઈ વસાવા હાજર રહ્યા હતાં. બાળકોને વરસાદથી બચવા માટે દાતા દ્વારા છત્રી આપવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક નવિનભાઈ ચૌધરી તથા દર્શનાબેને દાતા તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment