ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
ઓલપાડ તાલુકાનાં પારડીઝાંખરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા ધર્મિષ્ઠા પટેલ દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રિસાઈડીંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ મતદાનમાંથી સૌથી વધુ મત ધોરણ 8માં અભ્યાસ કરતાં શ્લોક એચ. રાઠોડને મળતાં તેને શાળાનાં મહામંત્રી જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા શિક્ષિકા નીતા પટેલ, ભક્તિ પટેલ, જશુ પટેલ તથા અનામિકા પટેલે જહેમત ઉઠાવી હતી. આચાર્ય રમેશ પટેલે ચૂંટણી સ્ટાફ તથા મતદારોનો આભાર વ્યક્ત કરી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં.
Comments
Post a Comment