કીમ પ્રાથમિક શાળામાં બાળકોને યોગનાં ફાયદાઓ વિશે અવગત કરાયા
કીમ પ્રાથમિક શાળામાં બાળકોને યોગનાં ફાયદાઓ વિશે અવગત કરાયા
ક્રેડિટ : દિવ્ય ભાસ્કર બારડોલી
શાળાનાં બાળકો પ્રાથમિક કક્ષાએથી જ ભારતીય સંસ્કૃતિની દેન એવાં યોગથી પરિચીત થાય એ શુભ હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં યોગ વિષયક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 75 જેટલાં વર્ષે પણ અડીખમ સુરત શહેરનાં બિપીન જરીવાલા દ્વારા અત્રેની શાળાનાં બાળકોને યોગની મહત્તા સમજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ અનેક રોગોને જડમૂળથી દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે. યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી સુખી જીવનનાં સ્તરને સુધારવાનું કામ કરે છે જે એક હકીકત છે. યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે જે સૌ ભારતીયો માટે ગૌરવની બાબત છે. અંતમાં શાળાનાં આચાર્ય દિનેશ પટેલે યોગને રોજની દિનચર્યામાં સમાવી લેવાનાં હાર્દિક અનુરોધ સાથે બાળકો સહિત શિક્ષક પ્રશિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment