Posts

સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો

  Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો | Gujarat First Jafrabad : શિક્ષકની બદલી થતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાળકો | Gujarat First Jafrabadના મિતિયાળાના ફેમસ શિક્ષક રઘુ રમકડુંની બદલી થતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રાઘવ કટકીયા, જેઓ રઘુ રમકડું તરીકે પ્રસિદ્ધ છે, તેમની માદરે વતન માંડવડા બદલી થતાં વિદ્યાર્થીઓ ધૂર્સકે ધ્રુસકે રડી પડ્યા. #Jafrabad #RaghuRamakdu #Farewell #raghukatakiya #EmotionalGoodbye #BelovedTeacher #HeartfeltFarewell #InspiringEducator #StudentsLove #MemorableFarewell #SocialMediaBuzz #TeacherWithImpact #EducationWithFun #Gfcard #Gujaratfirst Posted by  Gujarat First  on Monday, September 23, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળ...

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ...

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

મોરબીનો ઇતિહાસ

 મોરબીનો ઇતિહાસ મોરબીને એક સમયે 'મોરવી' કહેવામાં આવતું હતું, ત્યાં દૂધ અને ઘી (માખણ)ની નદીઓ હતી. મતલબ કે મોરબી ખૂબ સમૃદ્ધ છે. તે સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રજવાડાઓમાંનું એક હતું. મોરબીમાં મુઘલ સામ્રાજ્યથી લઈને રાજપૂતો અને અંગ્રેજોએ કુતુબુદ્દીન અબકથી લખોધીરજી ઠાકોર સુધીના ઘણા રાજ્યો પર શાસન કર્યું.. સર વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરના અવસાન બાદ રાજકુમાર લોખોધરજી ઠાકોરને મોરબીના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે મોરબીના ઈતિહાસમાં પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમના સમયમાં ઇલેક્ટ્રિક પાવર હાઉસ અને ટેલિફોન એક્સચેન્જો બનાવવામાં આવ્યા હતા. તેમણે એક મંદિર, એક ટેકનિકલ હાઇસ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજ પણ બનાવી. આ કોલેજ હવે 'LE કોલેજ' તરીકે ઓળખાય છે. 1947માં ભારત આઝાદ થયું અને મોરબી ભારત સાથે સંકળાયેલું રહ્યું. આ જૂની મોરબી અને તેના રાજ્યની વાર્તા હતી. ત્યારે જ આધુનિક મોરબી અસ્તિત્વમાં આવ્યું. મોરબી ચારે દિશામાં વધવા લાગ્યું. આજે મોરબી સિરામિક અને વોલ ક્લોક ઉદ્યોગોનું કેન્દ્ર છે. આશરે 390 સિરામિક અને 150 વોલ ક્લોક ઉદ્યોગો સાથે, મોરબી ભારતીય ઉદ્યોગોમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે....

Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.

Image
Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ. મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ની થીમ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અન્વયે રોપાઓનું વાવેતર પણ કરાયું હતું. મોરબીમાં વિવિધ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબીની મેઘાણીવાડી શાળામાં શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સામુહિક સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા રોપાઓનું વાવેતર કરી ‘એક પેડ મા કે નામ’ અભિયાનની પણ ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં જન્મ દિને બાળકોએ રોપાઓનું વાવેતર કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી.