Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.
Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.
મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ની થીમ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અન્વયે રોપાઓનું વાવેતર પણ કરાયું હતું.
મોરબીમાં વિવિધ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબીની મેઘાણીવાડી શાળામાં શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સામુહિક સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા રોપાઓનું વાવેતર કરી ‘એક પેડ મા કે નામ’ અભિયાનની પણ ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં જન્મ દિને બાળકોએ રોપાઓનું વાવેતર કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી.
Comments
Post a Comment