Posts

Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Image
 Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા. તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM) ખેરગામ ક્લસ્ટરની ખાખરી...

Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો

Image
Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો *કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે-કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે  નવસારી,તા.૧૨: નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે દિશા તરફ એક અનોખી પહેલ કરી જિલ્લા પંચાયત નવસારી દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટ ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેકટ થકી જિલ્લાની કિશોરીઓ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત, નીડર, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર બનવાની સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહી છે.  નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષે મળેલ સારા પરિણામોને ઘ્યાને લઈ ચાલુ વર્ષે પણ આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ભણતી ધોરણ-૭ અને ૮ની કિશોરીઓ માટે આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી અન્ય વિષયો આનુસંગીક માર્ગદર્શનની સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી તેમજ કિશોરીઓના શારીરીક વિકાસ અર્થે જરુરી પૌષ્ટીક આહાર પુરો પાડવો વગેરેના આયોજન સાથેના “સક્ષમ યુવિક...

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
  Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્ર...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
                      ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitig...

Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો

Image
Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Image
 Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.