KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળ...
કીમ પ્રાથમિક શાળામાં બાળકોને યોગનાં ફાયદાઓ વિશે અવગત કરાયા ક્રેડિટ : દિવ્ય ભાસ્કર બારડોલી શાળાનાં બાળકો પ્રાથમિક કક્ષાએથી જ ભારતીય સંસ્કૃતિની દેન એવાં યોગથી પરિચીત થાય એ શુભ હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં યોગ વિષયક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 75 જેટલાં વર્ષે પણ અડીખમ સુરત શહેરનાં બિપીન જરીવાલા દ્વારા અત્રેની શાળાનાં બાળકોને યોગની મહત્તા સમજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ અનેક રોગોને જડમૂળથી દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે. યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી સુખી જીવનનાં સ્તરને સુધારવાનું કામ કરે છે જે એક હકીકત છે. યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે જે સૌ ભારતીયો માટે ગૌરવની બાબત છે. અંતમાં શાળાનાં આચાર્ય દિનેશ પટેલે યોગને રોજની દિનચર્યામાં સમાવી લેવાનાં હાર્દિક અનુરોધ સાથે બાળકો સહિત શિક્ષક પ્રશિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment