Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ
Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ
માહિતી બ્યુરો,તાપી તા.૨૧ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી -વ્યારા ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા હતા.બાળકોને માનવ જીવનમાં યોગનું કેટલુ મહત્વ છે તે અંગેની સમજ પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે.
Comments
Post a Comment