Posts

શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન.

Image
શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન. ખેરગામ, 10 ડિસેમ્બર 2024: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, નવસારી અને GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 9 અને 10 ડિસેમ્બર 2024ના રોજ નાંધઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 થી 5ના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. DIETના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC વિજયભાઈ પટેલના ઉદઘાટન માર્ગદર્શન સાથે તાલીમનો પ્રારંભ થયો. શાળાના શિક્ષકો માટે આ તાલીમમાં પ્રાયોગિક અભિગમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં અભિનય ગીતો, રમતો, વાર્તાઓ, ચિત્ર વર્ણન અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવાની નવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી. શિક્ષકોના ઊંડા રસ અને ઉત્સાહ વચ્ચે વિષય તજજ્ઞશ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને હિરેનભાઈ પટેલ (લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ પર કામ કરાયું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એવા ઉપાયો શિખવવાનું હતું જે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનું ભય દૂર કરે અને તેમની નિડરતા વધારે. સાથે જ, ધોરણ 3 થી 5ના ...

ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને  પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

 Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ *પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*  નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે.  કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે. આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે. *પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ* *પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પો...

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ) આપત્...