Posts

Showing posts from October, 2024

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ) આપત્તિ વ્યવસ્થાપન (બ)કચ